
કહેવામાં આવી રહ્યું છે કે, માર્ક વુડની ઈજા જોફ્રા આર્ચર જેવી જ છે. જોફ્રા આર્ચર છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેની કોણીમાં સોજો હતો. જો માર્ક વુડની ઈજા પણ આવી જ છે તો આ ફાસ્ટ બોલર માટે T20 વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ લાગે છે. (PC-AFP)

IPL 2022 પહેલા ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. માર્ક વૂડ પહેલા, જેસન રોયે બાયો બબલના થાકને કારણે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું, તે ગુજરાત ટાઇટનનો ભાગ હતો. તે જ સમયે, કોલકાતાનો ઓપનર એલેક્સ હેલ્સ પણ આ જ કારણસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. (PC-AFP)
Published On - 3:59 pm, Fri, 18 March 22