
માર્ક ગુરમેનના રિપોર્ટ મુજબ, એપલ આ વખતે તેની પરંપરા તોડીને iPhone 18 સિરીઝને બે તબક્કામાં લોન્ચ કરી શકે છે. સપ્ટેમ્બર 2026માં પ્રીમિયમ મોડલ્સ (iPhone 18 Pro અને Pro Max) લોન્ચ થઈ શકે છે, જ્યારે સસ્તા મોડલ્સ ફેબ્રુઆરી કે માર્ચ 2027માં જોવા મળી શકે છે. આ રણનીતિ દ્વારા કંપની પ્રીમિયમ માર્કેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. (Image: Macrumors)

નવી ડિઝાઇન અને ટ્રાન્સપરન્ટ લુક: સૌથી ચોંકાવનારો ફેરફાર આઇફોનની પાછળની પેનલમાં જોવા મળી શકે છે. લીક્સ મુજબ, iPhone 18 Pro માં ટ્રાન્સપરન્ટ રિયર-ગ્લાસ ફિનિશ મળી શકે છે. આ સિવાય બરગંડી, ડાર્ક રેડ અને કોફી બ્રાઉન જેવા નવા આકર્ષક કલર્સ પણ રજૂ કરવામાં આવી શકે છે. ડિસ્પ્લે સાઈઝ 6.3 અને 6.9 ઈંચ યથાવત રહેવાની શક્યતા છે. (Image: Macrumors)

અન્ડર-ડિસ્પ્લે ફેસ આઈડી (Face ID): એપલ લાંબા સમયથી 'ડાયનેમિક આઈલેન્ડ'ના કદને નાનું કરવા પર કામ કરી રહ્યું છે. iPhone 18 Pro માં ફેસ આઈડી સેન્સર ડિસ્પ્લેની અંદર જઈ શકે છે, જેનાથી ફ્રન્ટમાં માત્ર એક નાનો કેમેરા કટઆઉટ જોવા મળશે. આનાથી યુઝર્સને વધુ સ્ક્રીન એરિયા મળશે. (Image: Macrumors)

DSLR જેવો પાવરફુલ કેમેરા: કેમેરા પ્રેમીઓ માટે સારા સમાચાર એ છે કે iPhone 18 Pro Max માં 'વેરીએબલ એપર્ચ' કેમેરા મળી શકે છે. આ સિસ્ટમ દ્વારા લેન્સમાં આવતા પ્રકાશને સચોટ રીતે કંટ્રોલ કરી શકાશે, જે પ્રોફેશનલ DSLR જેવો અનુભવ આપશે. આ ઉપરાંત, તમામ મોડલ્સમાં 24MP નો સેલ્ફી કેમેરા હોવાની પણ શક્યતા છે. (Image: Macrumors)

નેક્સ્ટ જનરેશન પ્રોસેસર અને બેટરી: આઇફોન 18 સિરીઝમાં નવી A20 ચિપ અને 12GB સુધીની RAM જોવા મળી શકે છે. બેટરીની વાત કરીએ તો, eSIM મોડલ્સમાં 5,200 mAh સુધીની મોટી બેટરી મળી શકે છે, જે અત્યાર સુધીના કોઈપણ આઇફોન કરતા વધુ હશે. કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટે એપલ નેક્સ્ટ જનરેશન C2 મોડેમ અને સેટેલાઇટ આધારિત 5G સુવિધા પણ આપી શકે છે. (Image: Macrumors)