
પશ્ચિમી ફ્રાન્સના નાનકડા ગામ બોનમાં એવા રસ્તાઓ છે જેના પર આડી અવડી લાઈનો બની છે. આ કારીગરોની ભૂલને કારણે છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે ? તેવો સવાલ દરેક વ્યક્તિને થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પશ્ચિમી ફ્રાન્સના નામકડા ગામ બોનમાં લગભગ 1700 લોકો રહે છે. આ ગામમાંથી 2 પ્રમુખ અને ટ્રાફિક વાળા રસ્તા ડી74 અને ડી82 પસાર થાય છે.

આ રસ્તા પર ઘણીવાર ટ્રાફિકજામ જોવા મળે છે. આ રસ્તાઓ પરથી કાર અને બાઈક ચાલક 100ની સ્પીડથી પસાર થાય છે. જ્યારે આ રસ્તા પરથી 30 કિમીની સ્પીડથી જ પસાર થવું જોઈએ, પણ વાહન ચાલકોની આ હરકતને કારણે સ્થાનીક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પ્રશાસન દ્વારા રસ્તા પર આવી લાઈનો બનાવવામાં આવી. આ લાઈનને કારણે વાહન ચાલકની આંખો પર પ્રભાવ પડે છે અને તેની સ્પીડ આપોઆપ ઓછી થઈ જાય છે.

લાઈનો જોઈને વાહન ચાલકને એવો અહેસાસ થાય છે કે રસ્તા પર કોઈ વસ્તુઓ છે, તેથી તેઓ વાહને ધીમે ચલાવે છે. આ લાઈનો બનવવાથી સ્થાનીક લોકોને રાહત મળી છે.