
ઈન્ટરનેટ અને મોબાઈલ સિગ્નલને કારણે સંશોધનમાં વિક્ષેપ આવી શકે છે. આ કારણથી અહીં ઈન્ટરનેટ, ટીવી અને વાયરલેસ કનેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંનું જીવન ખૂબ જ સાદું છે.

ઈન્ટરનેટના અભાવે અહીંના લોકો ઘણી બધી બાબતોથી અજાણ છે. આધુનિક યુગમાં, બાળકોને રીલ્સ અને સોશિયલ મીડિયા વિશે બહુ ઓછું જ્ઞાન છે.

યુએસ સરકારે 1958માં ગ્રીન બેંક ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરી હતી. ત્યારથી આજદિન સુધી અહીં સંશોધન કાર્ય ચાલે છે. સંશોધનમાં કોઈ અડચણ ન આવે તે માટે સરકારે સમગ્ર વિસ્તારને રેડિયો તરંગોથી મુક્ત બનાવ્યો છે.