
જણાવી દઈએ કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL) કંપનીએ ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ ઈન્ટરનેટની શરૂઆત કરી હતી. એટલે કે ઈન્ટરનેટની શરૂઆત પછી ભારતમાં ઈન્ટરનેટ આવતાં 26 વર્ષ લાગ્યાં. VSNL ટેલિફોન લાઇન દ્વારા, વિશ્વભરના કોમ્પ્યુટરો ભારતમાં કોમ્પ્યુટર સાથે જોડાયેલા હતા, ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટ શરૂ થયું હતું. ખાનગી ક્ષેત્રની કંપનીઓ સુધી ઈન્ટરનેટ ક્યારે પહોંચ્યું તેની વાત કરીએ તો ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત થઈ ત્યારે 3 વર્ષ પછી ઈન્ટરનેટ સેવા ખાનગી ક્ષેત્રની કંપનીઓ સુધી પહોંચી.

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ: 2023ના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2022 સુધીમાં, ભારતમાં 2 વર્ષ અને તેથી વધુ વયના 700 મિલિયનથી વધુ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હતા. તેમાંથી, ગ્રામીણ ભારતમાં 425 મિલિયન વપરાશકર્તાઓ હતા, જે 295 મિલિયન વપરાશકર્તાઓ સાથે શહેરી વિસ્તારોમાં સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ કરતાં લગભગ 44 ટકા વધુ હતા. (All Photo Credit: Google)