
BSFએ જણાવ્યું છે કે અભિયાન 28 માર્ચે ચંદીગઢ, અમૃતસર, અટારી, બિકાનેર, જયપુર, ઉદયપુર, ગાંધીનગર, કેવડિયા, નાસિક, સોલાપુર, હૈદરાબાદ, અનંતપુર, બેંગલુરુ અને કન્યાકુમારી થઈને ચેન્નાઈમાં તેના ડેસ્ટિનેશન સ્થાને પહોંચશે.

આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવાનો છે, જેથી દેશભરની યુવતીઓ અને મહિલાઓને BSFની રેન્કમાં જોડાવા તેમજ રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

આ ટીમમાં ભારતના દરેક ખૂણેથી મહિલાઓનો સમાવેશ થાય છે અને પ્રથમ વખત મહિલા બાઇકર્સ માટે આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Published On - 3:48 pm, Tue, 8 March 22