
No. 3,Tequila Ley .925 - Tequila Ley .925 મેક્સિકોનો શરાબ છે જે વિશ્વનો ત્રીજો સૌથી મોંઘો દારૂ છે. આ દારૂ મેક્સિકોમાં બને છે. તે આટલી મોંઘી હોવાનું કારણ એ છે કે તેની બોટલ સફેદ સોના અને પ્લેટિનમથી બનેલી છે અને તેમાં લગભગ 6400 હીરા જડેલા છે.

No. 2, Billionaire Vodka - મોંઘા શરાબની શ્રેણીમાં તે બીજા ક્રમે આવે છે. આ દારૂના નામ પરથી જાણવા મળે છે કે તે માત્ર અબજોપતિઓ માટે જ છે અને આ દારૂ રશિયામાં બને છે. તે કોઈપણ દુકાનમાં ઉપલબ્ધ નથી પરંતુ તે ઓર્ડર કરીને બનાવવામાં આવે છે. તેની બોટલની ખાસ વાત એ છે કે તેમાં 300 હીરા જડેલા છે.

No. 1, Isabella Islay Whisky - જો દુનિયાના સૌથી મોંઘા શરાબની વાત કરીએ તો તેમાં નંબર 1 પર Isabella Islay Whisky છે. આ દારૂ યુનાઇટેડ કિંગડમમાં બનાવવામાં આવે છે. આ દારૂ સૌથી મોંઘો હોવાનું કારણ એ છે કે દરેક બોટલ હાથથી બનાવવામાં આવે છે. તેની આખી બોટલ સફેદ સોનાથી બનેલી મૉલ્ટેડ કન્ટેનર છે. તેની બોટલમાં લગભગ 8500 Dimond અને 300 rubies જડેલા છે.
Published On - 8:03 am, Mon, 27 March 23