Sagar Solanki |
Jan 02, 2025 | 6:53 PM
આજે અમે તમને દેશના આવા 7 સ્ટેશનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાંથી વિદેશ જવા માટેની ટ્રેનો ઉપલબ્ધ છે.
હલ્દીબારી રેલવે સ્ટેશનથી ટ્રેનો બાંગ્લાદેશ જાય છે. તે બાંગ્લાદેશ સરહદથી માત્ર 4 કિમી દૂર છે.
બિહારના મધુબની સ્થિત જય નગર રેલવે સ્ટેશનથી તમે નેપાળ જઈ શકો છો.
તમે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સ્થિત પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી બાંગ્લાદેશ જઈ શકો છો.
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં સ્થિત સિંગાબાદ રેલવે સ્ટેશનથી પણ તમે બાંગ્લાદેશ જઈ શકો છો.
બિહારના જોગબાનીમાં સ્થિત છે. આ સ્ટેશનથી નેપાળ પણ જઈ શકાય છે.
પશ્ચિમ બંગાળના રાધિકાપુર રેલવે સ્ટેશનનો ઉપયોગ મુખ્યત્વે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર માટે થાય છે.
સમજૌતા એક્સપ્રેસ અટારી રેલવે સ્ટેશનથી પાકિસ્તાન જતી હતી.