
પીએમ મોદીની અપીલની અસર તમામ લોકો પર જોવા મળી રહી છે. ભારતીય લોકો તેમની રજાઓ મનાવા માટે વિદેશ છોડીને કાશ્મીરથી લઈ લક્ષદ્વીપ સુધી વેકેશન માણી રહ્યા છે.

દેશમાં પર્યટનનો મૂડ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. મીડિયા અહેવાલ મુજબ, કાશ્મીર, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કેરળ અને બંગાળના ઉત્તર વિસ્તાર જેમાં સિલીગુડી, દાર્જિલિંગ, જલપાઈગુડી જેવા સુંદર સ્થળોએ ભારે લોકો વેકેશન મનાવી રહ્યા છે. બીજી તરફ વિદેશમાં વેકેશન બનાવા જતા લોકોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.

દેહરાદૂન, મનાલી, ગોવા, તિરુપતિ અને ઉજ્જૈન જેવા લોકપ્રિય પર્યટન અને ધાર્મિક સ્થળોના બુકિંગમાં 30થી 35 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

સ્કાયસ્કેનરનો સ્માર્ટર સમર રિપોર્ટ મુજબ, 90 ટકા ભારતીય પ્રવાસીઓ હવે ઇચ્છે છે કે તેમના વેકેશનના પૈસા નાના વ્યવસાયો અને સ્થાનિક અર્થતંત્રને મળે.

ભારતીય પરિવારો વિદેશમાં લાંબી યાત્રાઓ કરતાં દેશમાં ટૂંકા ગાળાનું વેકેશન પસંદ કરી રહ્યા છે.

ભારતમાં ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આ સ્પષ્ટ કરે છે કે ઘરેલુ પર્યટન હવે ભારતીય ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી શક્તિ બની ગયું છે.