ટિકિટ જોયા વગર જ ખબર પડી જશે ટ્રેનની સ્પીડ અને સુવિધા! જાણો વાદળી, લાલ અને સફેદ ડબ્બાઓ પાછળનું અસલી ગણિત

શું તમે જાણો છો કે ટ્રેનનો રંગ જોઈને તેની સ્પીડ અને સુરક્ષા જાણી શકાય છે? ટ્રેનના લાલ અને વાદળી રંગ પાછળ છુપાયેલું છે મોટું એન્જિનિયરિંગ.

| Updated on: Apr 12, 2026 | 3:27 PM
1 / 6
બાળપણમાં જ્યારે આપણે રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતા ઉભા રહેતા, ત્યારે રંગબેરંગી ડબ્બાઓ જોઈને મન હરખાઈ જતું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય રેલવેની ટ્રેનો અલગ-અલગ રંગની કેમ હોય છે? આ માત્ર પેન્ટનો શોખ નથી, પરંતુ તેની પાછળ એન્જિનિયરિંગ, મુસાફરોની સુરક્ષા અને સ્પીડના એવા રહસ્યો છુપાયેલા છે જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણતા હોવ.

2 / 6
રંગ જ બતાવી દેશે કે સફર કેટલી સુરક્ષિત હશે!: રેલવેના દરેક રંગનો એક ખાસ મતલબ છે. જો તમે ટ્રેનના રંગોને સમજી લો, તો તમે ટિકિટ જોયા વગર જ કહી શકશો કે અંદરની સીટ કેવી હશે અને ટ્રેન કેટલી ઝડપે દોડશે.

3 / 6
વાદળી ટ્રેન: વર્ષો જૂનો ભરોસો (ICF કોચ): જો ટ્રેન વાદળી રંગની હોય, તો સમજી લેવું કે આ 'ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી' (ICF) દ્વારા બનાવાયેલા પરંપરાગત કોચ છે. આ ડબ્બા લોખંડના બનેલા હોય છે અને તેમાં 'એર બ્રેક' સિસ્ટમ હોય છે. તેની મહત્તમ ઝડપ ૧૧૦ કિમી પ્રતિ કલાક હોય છે. આ ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે ઝટકા થોડા વધારે લાગે છે, પણ આ ટ્રેનો દાયકાઓથી ભારતની લાઈફલાઈન છે.

4 / 6
લાલ ટ્રેન: સુરક્ષા અને સ્પીડનો સંગમ (LHB કોચ): સ્ટેશન પર ઉભેલી લાલ કે મરૂન રંગની ટ્રેન જોતા જ સમજી લેવું કે આ જર્મન ટેકનોલોજી પર આધારિત 'લિંકે હોફમેન બુશ' (LHB) કોચ છે. આ ડબ્બા લોખંડને બદલે સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે અકસ્માત સમયે આ ડબ્બા એકબીજા પર ચઢી જતા નથી, જે મુસાફરોનો જીવ બચાવવામાં મદદરૂપ થાય છે. આ ટ્રેનો ૧૬૦ કિમીની સ્પીડે દોડી શકે છે અને તેમાં ડિસ્ક બ્રેક હોય છે.

5 / 6
સફેદ ટ્રેન: આધુનિક ભારતની નવી ઓળખ: સફેદ રંગની ટ્રેનો (જેમ કે વંદે ભારત) એ ભારતીય રેલવેનું મોર્ડન અવતાર છે. આ 'સેલ્ફ-પ્રોપેલ્ડ' યુનિટ છે, એટલે કે તેમાં અલગથી એન્જિન જોડવાની જરૂર નથી હોતી. આખી ટ્રેન જ એન્જિનની જેમ કામ કરે છે. સફેદ રંગ તેની પ્રીમિયમ સુવિધાઓ જેવી કે ઓટોમેટિક દરવાજા, જીપીએસ અને ફરતી સીટોની ઓળખ આપે છે.

6 / 6
હવે જ્યારે પણ તમે રેલવે સ્ટેશને જાવ, ત્યારે માત્ર ટ્રેન નંબર નહીં પણ તેનો રંગ પણ જોજો, જે તમને તમારી સફર વિશે ઘણું બધું કહી દેશે!

Follow Us
Loading...
Unable to load recommendations.