
1999 ગેસલ ટ્રેન અકસ્માત: 2500 થી વધુ મુસાફરોને લઈ જતી બે ટ્રેનો ગુવાહાટીથી લગભગ 310 માઈલ દૂર આસામના ગેસલ ખાતે અથડાઈ. જ્યારે આ બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ ત્યારે જોરદાર વિસ્ફોટ થયો અને ટ્રેનો એકબીજાની અંદર ઘૂસી ગઈ. આ અકસ્માતમાં પણ 290 મુસાફરોના મોત થયા હતા.

1998 ખન્ના ટ્રેન અકસ્માત: કોલકાતા જતી જમ્મુ તાવી-સિયાલદાહ એક્સપ્રેસ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ અકસ્માત અમૃતસર નજીક ખન્ના-લુધિયાણા સ્ટેશન પાસે થયો હતો. આ અકસ્માતમાં પણ ઓછામાં ઓછા 212 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે.

2002 હાવડા - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અકસ્માત: ભારતની સૌથી ઝડપી ટ્રેન હાવડા નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રફીગંજ નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટના ગયા અને દેહરી વચ્ચે સોન સ્ટેશન પર બની હતી. આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત પણ થયા હતા.

2010 જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ અકસ્માત: મુંબઈ જતી હાવડા કુર્લા લોકમાન્ય તિલક જ્ઞાનેશ્વરી સુપર ડીલક્સ એક્સપ્રેસ પણ બ્લાસ્ટ બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત મિદનાપુર જિલ્લાના ખેમાશુલી અને સરદિહા વચ્ચે થયો હતો. આ દરમિયાન આ ટ્રેન એક માલગાડી સાથે પણ અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 170 લોકોના મોત થયા હતા.