
ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિક ગેમમાં 12મો મેડલ જીત્યો છે. આ સાથે તેણે જર્મનીને પાછળ છોડી દીધું. અત્યાર સુધી ભારત અને જર્મની બંને સમાન હતા.

ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી કોઈ ટીમે આટલા બધા ગોલ્ડ મેડલ જીત્યા નથી. 8 ગોલ્ડ ઉપરાંત 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ પણ ભારતના નામે છે.

જર્મનીની પુરુષ ટીમ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં બીજા ક્રમે છે. તેણે કુલ 11 મેડલ જીત્યા છે. જેમાંથી ચાર ગોલ્ડ મેડલ છે. તેની પાસે ટોક્યોમાં 12મો મેડલ જીતવાની તક હતી પરંતુ ભારતે તેની આશાઓ પર પાણી ફેરવી નાંખ્યું હતુ. જર્મનીએ ઓલિમ્પિકમાં ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ ટીમે 2008 અને 2012માં સતત બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

ઓસ્ટ્રેલિયાનું નામ ત્રીજા નંબરે આવે છે. આ ટીમે ઓલિમ્પિકમાં 10 મેડલ જીત્યા છે. પરંતુ આમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ છે. આ સિવાય બાકીના નવમાંથી પાંચ બ્રોન્ઝ મેડલ અને ચાર સિલ્વર મેડલ છે. આ ટીમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ હોકી ટીમે 2004માં માત્ર એક જ વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નેધરલેન્ડની પુરુષ હોકી ટીમ ઓલિમ્પિક મેડલ જીતવામાં ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે. તેમાંથી બે ગોલ્ડ, ચાર સિલ્વર અને બાકીના ત્રણ બ્રોન્ઝ મેડલ છે. ટોક્યોમાં આ ટીમ છઠ્ઠા નંબરે છે.