આ સ્ટાર્સની આત્મહત્યાએ બોલિવુડ સહિત બધાને ચોંકાવી દીધા હતા

|

May 19, 2022 | 6:52 PM

દરરોજ કોઈને કોઈ સ્ટારની આત્મહત્યા ( suicide)ના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જ સાઉથની એક અભિનેત્રીના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા. આ પહેલા પણ અનેક અભિનેતા અભિનેત્રીએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનારા મોટાભાગના ફિલ્મ અને ટીવી કલાકારો હતાશા, નબળી કારકિર્દી અને પારિવારિક વિખવાદના કારણે હતા.

1 / 6
બંગાળી ટેલિવિઝન અભિનેત્રી પલ્લવી ડે (Pallavi Dey) રવિવારે દક્ષિણ કોલકાતામાં તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં (Dead) મળી આવી હતી.પલ્લવી ડેએ (Pallavi Dey) કુંજ છાયા, રેશમ ઝાપી અને સોમ માને ના જેવી અનેક બંગાળી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે બંગાળી ટેલિવિઝનમાં લોકપ્રિય નામ હતું.

2 / 6
કેરળના કોચીમાં રહેતી 26 વર્ષની ટ્રાન્સવુમન મોડલ શેરીન સેલેન મેથ્યુએ (Sherin Selin Mathew) આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શેરીન ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી.

3 / 6
'બાલિકા વધૂ' ફેમ અને બિગ બોસની સ્પર્ધક રહેલી પ્રત્યુષા બેનર્જીએ 2016માં પોતાના જીવનનો અંત લાવ્યો હતો. તે સમયે તે માત્ર 24 વર્ષની હતી. કહેવાય છે કે, તેના બોયફ્રેન્ડ સાથેના બગડતા સંબંધો અને ઝઘડાને કારણે તેણે આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું હતું.

4 / 6
'નિશબ્દ' અને 'ગજની' જેવી ફિલ્મો કરનાર અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના સમાચારથી આખું બોલિવૂડ ચોંકી ગયું હતું. તેણે 25 વર્ષની ઉંમરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે જ સમયે તેની માતા રાબિયા ખાને તેને આત્મહત્યા ન માનતા તેને હત્યા ગણાવી હતી. તેણે આ આત્મહત્યા માટે અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને જવાબદાર ગણાવ્યો હતો. જણાવી દઈએ કે સૂરજ અને જિયા જિયાના મૃત્યુ સુધી એકબીજાના પ્રેમમાં હતા. મૃત્યુ પહેલા જિયાએ સુસાઈડ નોટ પણ લખી હતી.

5 / 6
સુશાંત સિંહ રાજપૂત: ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દી પણ એકતા કપૂરથી શરૂ થઈ હતી. એકતાની સીરિયલ 'પવિત્ર રિશ્તા'માં સુશાંતે માનવ દામોદર દેશમુખનું પાત્ર ભજવ્યું હતું. આ સિરિયલ પછી તેણે ફિલ્મો ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. તેની પહેલી ફિલ્મ 'કાઈ પો છે'ને પણ ઘણી પ્રશંસા મળી હતી. જો કે હવે આ અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે.

6 / 6
અભિનેતા કુશલ પંજાબીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈમાં આત્મહત્યા કરી હતી. તેણે પ્રિયંકા ચોપરા સાથે 'સલામ-એ-ઈશ્ક'માં કામ કર્યું હતું. આ સિવાય તેણે 2004માં આવેલી ફિલ્મ 'લક્ષ્ય' અને 2005માં આવેલી 'કાલ'માં પણ ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણા ટીવી શો પણ કર્યા હતા.

Next Photo Gallery