અશક્યને પણ શક્ય બનાવે છે ભારતીય સેના, 14000 ફૂટની ઉંચાઈ પર રમી ક્રિકેટ મેચ, જુઓ Photos
Indian Army: ભારતીય સેનાના જવાનોએ -0 ડિગ્રીથી પણ ઓછા તાપમાનમાં પણ જોશ અને ઉત્સાહ સાથે ક્રિકેટ રમ્યા. ઈન્ડિયન આર્મીએ ટ્વીટ કરી કહ્યું અમે અશક્યને પણ શક્ય બનાવીએ છીએ.
1 / 5
ભારતીય સેનામાં જોશની કોઈ કમી નથી. જમીન, પાણી હોય કે આકાશ દરેક જગ્યાએ ભારતીય સેના બહાદુરીથી કામ કરે છે. આ તસ્વીર પૂર્વી લદ્દાખના ગલવાનની છે. જ્યાં ભારતીય સેનાના જવાન ક્રિકેટ રમતા નજરે આવ્યા.
2 / 5
ગલવાન એ જ વિસ્તાર છે, જ્યાં 3 વર્ષ પહેલા ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ટકરાવ થયો હતો. આ ટકરાવમાં બંને દેશોના અનેક જવાન શહીદ થયા હતા. પટિયાલા બ્રિગેડના ત્રિશુલ ડિવિજને ખુબ જ ઉંચાઈવાળા વિસ્તારમાં આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યુ હતું.
3 / 5
ભારતીય સેનાના જવાનોએ -0 ડિગ્રીથી પણ ઓછા તાપમાનમાં પણ જોશ અને ઉત્સાહ સાથે ક્રિકેટ રમ્યા. ઈન્ડિયન આર્મીએ ટ્વીટ કરી કહ્યું અમે અશક્યને પણ શક્ય બનાવીએ છીએ.
4 / 5
જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં જ્યાં બંને દેશોના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થયું હતું, તેની ઉંચાઈ લગભગ 14000 ફૂટ છે.
5 / 5
પૂર્વ લદ્દાખમાં ગલવાન ઘાટી વાસ્તવમાં ગલવાન નદીની પાસે આવેલા પહાડોની વચ્ચે સ્થિત છે.