ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાનની ટક્કર, જય શાહે કરી મોટી જાહેરાત

|

Jun 16, 2022 | 9:56 PM

ACC (Asian Cricket Council) મહિલા T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી બે ટીમોને આ વર્ષે ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં યોજાનાર મહિલા T20 એશિયા કપમાં રમવાની તક મળશે.

1 / 5
ફેન્સને ફરી એકવાર ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા મળશે કારણ કે આ બંને ટીમો આ ટુર્નામેન્ટનો ભાગ હશે અને તેઓને ક્વોલિફાયર રમવાની જરૂર નથી. ACC પ્રમુખ જય શાહે આ વિશે માહિતી આપી હતી.

2 / 5
દસ દેશો યુએઈ, મલેશિયા, ઓમાન, કતાર, નેપાળ, હોંગકોંગ, કુવૈત, બહેરીન, સિંગાપોર અને ભૂટાન 25 જૂનના રોજ પૂરી થનારી આ ટુર્નામેન્ટમાં રમશે. આ ટુર્નામેન્ટ શુક્રવારથી શરૂ થશે.

3 / 5
ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને દરેક ટીમ રાઉન્ડ રોબિન ચરણમાં એકબીજા સાથે રમશે. દરેક ગ્રુપમાંથી ટોપની બે ટીમો સેમિફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ થશે.

4 / 5
એશિયન ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહે કહ્યું, "એસીસી મહિલા ટી20 ચેમ્પિયનશિપમાં આ પહેલી વખત છે જ્યારે બે ટોપની ક્વોલિફાઈંગ ટીમો મહિલા ટી20 એશિયા કપમાં રમશે. આ મહિલા ક્રિકેટનો ઉદય છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મેન્સ એશિયા કપ અને આ મહિલા એશિયા કપનું આયોજન કરવું અમારી પ્રાથમિકતા છે.

5 / 5
મહિલા ટી20 એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ ભાગ લેશે. એસીસી મહિલા T20 ચેમ્પિયનશિપ છેલ્લે 2013માં યોજાઈ હતી. તેમણે વધુમાં કહ્યું, 'છેલ્લી વખત એસીસી મહિલા ટી20 ચેમ્પિયનશિપનું આયોજન 2013માં થયું હતું. તે થવાનું જ હતું. તેનાથી અમને એશિયામાં મહિલા ક્રિકેટને આગળ વધવામાં મદદ મળશે.

Next Photo Gallery