નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવતા જોવા મળ્યા હતા.