
ત્રીજો ધ્વજ- ત્રીજો ધ્વજ વર્ષ 1917માં આવ્યો હતો. તેને હોમ રૂલ ચળવળ દરમિયાન ડૉ. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે લહેરાવ્યો હતો. તેમાં 5 લાલ અને 4 લીલા પટ્ટાઓ અને સાત તારા હતા. ડાબી અને ઉપરની કિનારી પર (થાંભલા તરફ) યુનિયન જેક હતો.

ચોથો ધ્વજ - આ ધ્વજની કહાની એવી છે કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો હતો. આ કાર્યક્રમ વર્ષ 1921માં બેઝવાડા (હાલના વિજયવાડા)માં કરવામાં આવ્યો હતો. તે બે રંગોથી બનેલો હતો.

પાંચમો ધ્વજ- આ પછી પાંચમો ધ્વજ આવ્યો જે વર્તમાન ધ્વજથી થોડો અલગ હતો. તેમાં વ્હીલને બદલે ચરખો હતો. ધ્વજના ઈતિહાસમાં 1931નું વર્ષ યાદગાર વર્ષ છે.

આજનો ત્રિરંગો - 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ તેને સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો. આ આજનો ત્રિરંગો અને ભારતનો રાષ્ટ્રધ્વજ છે.