Google Play New Feature: સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલ પ્લેમાં આવ્યું નવું સેક્શન, જાણો શું થશે ફાયદો

|

Apr 27, 2022 | 2:52 PM

ગૂગલે (Google) તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે એપ ડેવલપર્સ જે માહિતી આપે છે અને યુઝરની પરવાનગીથી તેઓ જે ડેટા એક્સેસ કરે છે તે પૂરતું નથી, પરંતુ યુઝર્સને જણાવવું પડશે કે એપ ડેવલપર્સ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે.

1 / 5
સ્માર્ટફોન વપરાશકર્તાઓમાં ઘણા લોકો તેમના ડેટાની પ્રાઈવેસીને લઈ ખૂબ જ સભાન રહે છે અને સામાન્ય લોકોની સમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ગૂગલે તેના પ્લે સ્ટોર (Google Play Store)પર ડેટા સેફ્ટી નામના નવા સેક્શનનો સમાવેશ કર્યો છે. આ વિભાગમાં એપ ડેવલપર્સને ડેટા કલેક્શન વિશે જણાવવામાં આવશે. તમામ ડેવલપર્સએ 20મી જુલાઈ સુધીમાં તેમનો સેક્શન ભરવાનો રહેશે.

2 / 5
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે એપ ડેવલપર્સ જે માહિતી આપે છે અને યુઝરની પરવાનગીથી તેઓ જે ડેટા એક્સેસ કરે છે તે પૂરતું નથી, પરંતુ યુઝર્સને જણાવવું પડશે કે એપ ડેવલપર્સ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે. એટલે કે, ડેવલપર્સે જણાવવું પડશે કે એપ ડેવલપર્સ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે.

3 / 5
ડેટા સેફ્ટી સેક્શનની મદદથી યુઝર્સ સરળતાથી જાણી શકશે કે એપ તેમના ફોન પર કઈ માહિતી એક્સેસ કરશે અને તેઓ તેનો આગળ કેવી રીતે ઉપયોગ કરશે.

4 / 5
બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ તેના એન્ડ્રોઈડ યુઝર્સની પ્રાઈવસી સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે. અત્યાર સુધી, એપ ઇન્સ્ટોલ કર્યા પછી, તે કેમેરા એક્સેસ, લોકેશન એક્સેસ અથવા માઈક્રોફોન એક્સેસ જેવી પસંદગીના ફીચર્સ માટે એક્સેસ માંગે છે, જેના પછી યુઝર્સે એપનો ઉપયોગ કરતી વખતે અને દરેક સમયે ઓપ્શન પર ક્લિક કરવાનું હોય છે.

5 / 5
હવે એન્ડ્રોઇડ 12 યુઝર્સ એન્ડ્રોઇડ પ્રાઇવસી ડેશબોર્ડની મદદથી યુઝર્સના ડેટા એક્સેસની સમીક્ષા કરી શકે છે. આમાં યુઝર્સ જોઈ શકે છે કે કઈ એપ કઈ ફીચર્સ એક્સેસ કરી રહી છે.

Next Photo Gallery