Gujarati NewsPhoto galleryIn this area of Ahmedabad kite festival Uttarayan People rent terrace by spending thousands of rupees
અમદાવાદના આ વિસ્તારમાં ટેરેસ મળે છે ભાડે, હજારો રુપિયા ખર્ચીને પણ પતંગરસિયાઓ ધાબા રાખે છે ભાડે
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જેના પગલે પતંગરસિયાએ દૂર દૂરથી અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર મનાવા આવે છે. અમદાવાદનો એક વિસ્તાર એવો પણ છે જ્યાં લોકો ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે એડવાન્સમાં ધાબાના બુકિંગ કરાવે છે. જ્યારથી વાઈબ્રન્ટ સમિટની શરુઆત થઈ ત્યારથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પતંગ મહોત્સવની શરુઆત કરી હતી. જેમાં વિદેશથી પતંગબાજો અમદાવાદમાં આવીને પતંગ મહોત્સવમાં ભાગ લે છે.
વિદેશથી આવતા લોકો અમદાવાદની પોળમાં વિવિધ પ્રકારના પતંગ આકાશમાં ઉડાવીને ઉત્તરાયણ પર્વની મજા માણતા હોય છે. આ વર્ષે પતંગોત્સવમાં 55 દેશના કુલ 153 પતંગબાજોએ ભાગ લીધો છે.
5 / 5
અમદાવાદના જમાલપુરમાં ઉત્તરાયણ પહેલા અનોખો વિશાળકાય પતંગ તૈયાર કરાયો છે.આ પતંગમાં ભારત અને UAEના મજબૂત સંબંધો દર્શાવતા ચિત્રો મુકાયા છે.