મોઢેરામાં ઉત્તરાધ મહોત્સવ-2023નો પ્રારંભ, મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ઘૂંઘરૂના ઝનકાર અને નર્તનથી સર્જાયો નયનરમ્ય નજારો

Uttarardha Mohotsav 2023 : ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ થયો છે. આજે મોઢેરા સંગીત,નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું સાક્ષી બન્યું હતું.વિશ્વનું અદભુત સ્થાપત્ય બેનમુન મોઢેરા સૂર્યમંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે.

| Edited By: | Updated on: Jan 22, 2023 | 6:34 AM
1 / 5
મોઢેરામાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ 2 દિવસીય દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

2 / 5
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,સંસદ સભ્ય શારદાબહેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વે સુખાજી ઠાકોર ,કે.કે.પટેલ, સરદાર ભાઈ ચૌધરી સહિત કલાકારો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો.

3 / 5
આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશના સુશ્રી દેવીકા દેવેન્દ્ર દ્વારા કથ્થક નૃત્ય,અમદાવાદના રૂચા ભટ્ટ દ્વારા ભરત નાટ્યમ,અમદાવાદના બિના મહેતા દ્વારા કુચીપુડી,વડોદરાના જીગ્નીષા વૈધ દ્વારા કથ્થક,અમદાવાદના સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસી,કલકત્તાના સોમભા બન્ડોપાધ્યાય દ્નારા મણીપુરી તેમજ અમદાવાદના સુશ્રી અભિતા પટેલ દ્વારા ગાયન રજૂ કરવામાં આવ્યું હતું.

4 / 5
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે.

5 / 5
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ આ જણાવ્યું હતું કે, શિલ્પકલા અને નૃત્યકલાના સમન્વય થકી રાજ્ય સરકારે સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખી છે. રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે લઈ જવા માટે સરકાર  કટિબદ્ધ છે.

Published On - 11:02 pm, Sat, 21 January 23