
મોટા ભાગના લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા હોય છે. ગાડી ચલાવતી વખતે માત્ર તમારી પાસે લાઈસન્સ હોવું ફરજિયાત નથી સાથે એ પણ જાણી લેવું કે, લાઈસન્સની એક્સપાયરી ડેટ તો પૂરી થઈ નથી ગઈ ને. આ ટ્રાફિકના નિયનનું ઉલ્લંધન કર્યું તો 500થી લઈ 5,000 રુપિયા સુધીનો દંડ આવી શકે છે.જો તમે ફાસ્ટ રાઈડિંગના શોખીન છો અને તમને હંમેશા સ્પીડ રાઈડિંગ કે રેસિંગ ગમે છે, તો તમને જણાવી દઈએ કે આ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે.

જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ કરો છો, તો તમને આ માટે પણ મોટું ચલણ મળી શકે છે.અનેક વખત બાઈક પર ચાર-પાંચ વ્યક્તિ એકસાથે બાઇક કે સ્કૂટર પર સવારી કરે છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે ટુ-વ્હીલરનો અર્થ બે લોકો માટે હોય છે. જો બાઈક પરથી વધારે લોકો બેઠા હોય તો પણ દંડ આવી શકે છે.

રોડ સેફ્ટી માટે ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, લાલ લાઇટ પર રોકવું, ગ્રીન સિગ્નલ હોય ત્યારે જવું અને પીળી લાઇટ પર સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.