
આ બાદ સ્વચ્છ અને સૂકા કપડાથી ફોનને હળવા હાથે લૂછી લો, જેથી અંદર રહેલું પાણી ઊડી જાય. જો તમારી પાસે વેક્યૂમ ક્લીનર હોય, તો ફોનમાંથી તમામ ભેજ બહાર કાઢવા માટે તેનો ઉપયોગ કરો. હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં, કારણ કે ગરમ હવા ફોનના સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે.

ફોનને 24-48 કલાક માટે ચોખામાં મુકી દો જેથી અંદરનો ભેજને શોષાય જાય . હવે 24 કલાક બાદ ફોન સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ તેને ચાલુ કરવાનો પ્રયાસ કરો. જો આ બાદ પણ ફોન ચાલુ ના થાય તો સર્વિસ સેન્ટર પર લઈ જાવ

આ સિવાય જો તમારા ફોનના નીચેના હોલમાં ગુગાલનો રંગ ભરાય ગયો હોય તો કોટન બર્ડની મદદથી તેને સાફ કરી શકો છો, આ સિવાય જો સ્પિકરમાં રંગ ભરાય ગયો હોય તો speaker dust cleaning sound દ્વારા પણ તમે ફોનના સ્પીકરને સાફ કરી શકો છો

જો તમારા ફોન પર રંગનો ડાઘ પડી ગયો છે, તો તમે માઈલ્ડ ક્લીનિંગ સોલ્યુશનનો ઉપયોગ કરી શકો છો. જે બાદ ફોનને ભીના કપડાથી હળવા હાથે લૂછી લો.

હોળી રમતા પહેલા ફોનને વોટરપ્રૂફ પાઉચમાં રાખો અથવા વોટરપ્રૂફ ફોન કવરનો ઉપયોગ કરો. આ સિવાય ફોનને ખિસ્સામાં રાખવાને બદલે તેને સુરક્ષિત જગ્યાએ રાખો. જો તમે આ સાવચેતીઓ અપનાવશો તો તમારો ફોન સુરક્ષિત રહેશે અને હોળીની મજા પણ અકબંધ રહેશે.