
ગલ્જીબાગ બીચની એક અલગ ખાસિયત છે. પર્યટકો ખાસ કરીને કપલ્સને આ બીચ વધારે પસંદ આવે છે. અહીંનો સૌમ્ય દરિયાકિનારો અને સાથીનો સાથ તમને શાંતિ આપશે. જો તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવાનું પસંદ કરો છો તો આ તમારા માટે બેસ્ટ છે.

હોલાંત બીચ ઘણો ફેમસ છે. પ્રાઈવેટ બીચમાં આ ટોપ પર આવે છે. આ એક એવો બીચ છે, જે બે સૂકી નદીઓ જેવો લાગે છે, પરંતુ તમે અહીં સ્વિમિંગ કરવાનું વિચારતા પણ નહીં. જો તમે શાંતિ અને આરામની ક્ષણો પસાર કરવા માંગતા હોવ તો તમારે અહીં જવું જોઈએ.

બેતુલ બીચ ખુબ જ સુંદર છે. જો દરિયા અને આઈલેન્ડની મજા એક સાથે ઈચ્છો છો તો અહીં તમે જઈ શકો છો. કપલ્સને આ બીચ પસંદ આવે છે.