
લેટલમ કેન્યોન - જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો, તો તમને લેટ્લમ કેન્યોન ગમશે. ટ્રેકર્સ અને હાઇકર્સ માટે આ જગ્યા બેસ્ટ છે. તમે અહીં પ્રાકૃતિક સૌંદર્યની સાથે ટ્રેકિંગનો આનંદ પણ માણી શકશો. હિલટોપ પરથી તમે પહાડી રસ્તાઓ, ખીણો અને આસપાસની સુંદરતાનો આનંદ માણી શકશો. (Photo Credit: Instagram/ capturing_stories_of_life)

લેડી હૈદરી પાર્ક - લેડી હૈદરી પાર્કની પણ મુલાકાત લઈ શકાય છે. તમને અહીં ફેલાયેલા ફૂલોની સુંદરતા ગમશે. તેમાં મિની ઝૂ પણ છે. જો બાળકો પણ તમારી સાથે આ ટ્રીપ પર જઈ રહ્યા છે, તો તેમને આ જગ્યા ખૂબ જ ગમશે. (Photo Credit: Instagram/ aurotosh_love4travel)