
સુપ્ત બદ્ધ કોણાસન- સૂતા પહેલા સુપ્ત બદ્ધ કોણાસન પણ કરી શકાય છે. તે તમારા શરીરમાંથી તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે બેડ પર બેસો અને બંને પગના તળિયાને એકસાથે જોડો. હવે પલંગ પર કમરની પાછળ ગોળ ઓશીકું મૂકો અને ધીમે ધીમે ફોટોમાં બતાવેલી સ્થિતીમાં આવો. ધ્યાન રાખો કે તમારી છાતી ઉપરની તરફ હોવી જોઈએ. આ માટે તમે માથાની નીચે બીજું ઓશીકું પણ મૂકી શકો છો.

જાનુશીર્ષાસન- શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે જાનુશીર્ષાસન પણ સૂતા પહેલા કરી શકાય છે. જાનુ શીર્ષાસન કરવા માટે બેડ પર બેસીને જમણો પગ આગળની તરફ ફેલાવો. આ પછી ડાબા પગના તળિયાને જમણી જાંઘની નજીક મૂકો. હવે પેટના નીચેના ભાગને જમણા ઘૂંટણ તરફ વાળો. એ જ રીતે બીજા પગ સાથે પુનરાવર્તન કરો. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.