નેચરલ બ્યુટી પસંદ છે તો હનીમૂન માટે આ 5 જગ્યાઓ પર જવાનો બનાવો પ્લાન, જુઓ Photos

|

Jan 07, 2022 | 11:54 AM

ઘણી વખત કપલ્સ ગોવા અને શિમલા જેવી જગ્યાઓ પર જવા નથી ઈચ્છતુ, તે બીજા ઘણા સ્થળો પર ફરવા જવા માટે ઈચ્છે છે. ત્યારે તમે આ અહેવાલમાં બતાવવામાં આવી રહેલી જગ્યાઓ પર તમારા હનીમુન માટે પ્લાન કરી શકો છો.

1 / 5
ઉટી- ઉટીને Queen of the Nilgiris કહેવામાં આવે છે. ત્યાં તમને જંગલો, સુંદર પહાડો જોવા મળશે. શહેરની ધમાલથી દૂર નવા પરિણીત યુગલો માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. ત્યાં ઉટી લેકમાં બોટિંગનો આનંદ ઉઠાવી શકો છો.

2 / 5
લદ્દાખ: તમને ફન એક્ટિવિટીમાં રસ છે તો તમારે લદ્દાખ જવું જોઈએ. ત્યાં તમને પ્રાકૃતિક સુંદરતાની સાથે ટ્રેકિંગ, સાયકલિંગ, રિવર રાફ્ટિંગની પણ મજા લઈ શકો છો.

3 / 5
કુર્ગ- કુર્ગ કર્ણાટકમાં આવેલું છે. ત્યાં સુંદર બગીચા, પશ્ચિમી ઘાટ અને શાંત વાતાવરણની વચ્ચે સારો સમય પસાર કરી શકો છો અને તેને હંમેશા માટે કેમેરામાં કેદ કરી શકો છો. કુર્ગ જવા માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય સારો માનવામાં આવે છે.

4 / 5
દાર્જિલિંગ- સુંદર બગીચાઓ જોવા ઈચ્છો છો અને પાર્ટનરની સાથે રોમેન્ટિક સમય એન્જોય કરવા ઈચ્છો છો તો દાર્જિલિંગ જઈ શકો છો. અહીં તમારા હનીમૂનનું આયોજન ખૂબ જ સસ્તા ભાવે કરી શકો છો. દાર્જિલિંગમાં તમે સિંગામાડી રોપવે, ટાઈગર હિલ્સ અને ટોય ટ્રેનનો આનંદ માણી શકો છો.

5 / 5
કસોલ- વસંત ઋતુમાં જો હનીમુનનું પ્લાનિંગ છે તો કસોલ જરૂર જાવ. તેને ભારતના બેસ્ટ સ્પ્રિંગ ડેસ્ટિનેશન્સમાંથી એક માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત કસોલમાં તમારા જીવનસાથી સાથે ખૂબ જ આરામની પળો વિતાવી શકો છો.

Next Photo Gallery