
સ્ટોરેજ ક્લીન કરવાની રીત : આ માટે ફોનમાં સેટિંગ્સ ઓપ્શન પર જાઓ. આ પછી સ્ટોરેજ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે અલગ-અલગ કેટેગરીમાં તમામ અનયૂઝ્ડ ફાઇલો, વીડિયો અને ગીતો વગેરેને ડિલીટ કરવાનું રહેશે. આ કર્યા પછી તમારો ફોન ઘણી હદ સુધી સાફ થઈ જશે.

સોશિયલ મીડિયા : વિડીયો અને ફોટા ઘણીવાર ફોનમાં ઘણી જગ્યા રોકે છે. આ ઉપરાંત, તમે એક બીજું કામ કરી શકો છો કે જે ફોટા અને વિડિયોને Instagram, Facebook અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હોય તેને કાઢી નાખો. જ્યાં સુધી તમે તેને ડિલીટ ન કરો ત્યાં સુધી આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તમારા એકાઉન્ટમાં રહે છે.

ઓટો ડાઉનલોડ બંધ કરો : વોટ્સએપ જેવા પ્લેટ ફોર્મ પર ઘણી વખત બધુ ઓટો ડાઉનલોડ થઈ જતુ હોય છે ત્યારે તે ઓટો ડાઉનલોડ ઓપ્શનને બંધ કરો. આ સાથે જો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને વીડિયો વગેરેમાં ઓટો ડાઉનલોડ સેટિંગ સક્ષમ હોય તો તેને ડિસેબલ કરો.