
જાપાનઃ ટેક્નોલોજીમાં મોખરે રહેલા જાપાનમાં ઘણા એવા પર્યટન સ્થળો છે, જે પહેલીવાર વિદેશ પ્રવાસની મજા બમણી કરી શકે છે. કહેવાય છે કે અહીં ફરતી વખતે જો બજેટનું ધ્યાન રાખવામાં આવે તો બહુ ખર્ચ થતો નથી.

ફ્રાન્સઃ પર્યટન ક્ષેત્રમાં ફ્રાન્સની સ્પર્ધા ખૂબ ઓછા જ સ્થળો કરી શકે. અહીં પેરિસ, લિયોન અને સ્ટ્રાસબર્ગ જેવા ઐતિહાસિક શહેરો છે, જ્યાં આખું વર્ષ પ્રવાસીઓનો મેળાવડો રહે છે. જો તમે પ્રથમ વખત વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે ફ્રાન્સ જાવ.