
ખેમચંદ દૌલત કી ચાટ: ચાંદની ચોક મીઠાઈનો સ્વાદ લેવાનું પણ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને મીઠાઈમાં ઘણી વેરાયટી મળશે, પરંતુ ખેમચંદ દૌલત કી ચાટની મજા અલગ જ છે. જો તમે ફૂડમાં કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લો.

ગિયાનીની રબડી: રબડી ફાલુદા માટે પ્રખ્યાત ગિયાનીની રબડી પણ ચાંદની ચોકમાં એક પ્રખ્યાત દુકાન છે. ઓડ દિલ્હીની આ દુકાનમાં તમે રબડી, ફાલુદા સિવાય બદામ હલવો, સોજીનો હલવો, મગ દાળનો હલવો પણ ચાખી શકો છો.