
જો તમે સવારે ખાલી પેટે જ્યુસ પીવો છો તો તેના કારણે તમારા સ્વાદુપિંડ પર ઘણો ભાર પડે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ હોય છે જેના કારણે પેટના એસિડિટીના સ્તરને નુકસાન પહોંચાડે છે. જો તમે ખાલી પેટે દૂધની બનાવટોનું સેવન કરો છો તો તેમાં રહેલું લેક્ટિક એસિડ પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને મારી શકે છે, જેનાથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે.