વરસાદી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તાર કાર ફસાઈ જાય છે ત્યારે એર ફિલ્ટર અને એગ્જોસ્ટ પાઈપ દ્વારા પાણી કારમાં પ્રવેશે છે. તેથી સૌથી પહેલા કારનું એન્જિન બંધ કરી દેવુ જોઈએ. પાણીની અંદર ક્યારેય કાર સ્ટાર્ટ કરવી જોઈએ નહીં, તેનાથી પાણી એન્જિન સુધી પહોંચે છે અને કારને ભારે નુકશાન થઈ શકે છે.
પહેલા બેટરી કનેક્શનને ડિસ્કનેક્ટ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારી કારના ઈલેક્ટ્રિકલ વાયર અને પાર્ટસ સુરક્ષિત રહેશે. આ સાથે કારને શોર્ટ સર્કિટ જેવી કોઈપણ પ્રકારની ઘટનાથી સુરક્ષિત રાખવામાં મદદ મળશે.
કારને સ્ટાર્ટ કર્યા વગર કારને લઈ જવાનો પ્રયાસ કરો. જો તમારી કારની આસપાસ કેટલાક સ્થાનીક લોકો હાજર હોય તો તેમની મદદ લઈને કારને ઊંચાઈ વાળા વિસ્તાર સુધી પહોંચાડો.
એન્જિનના ઓઈલ અને કૂલેન્ટમાં પાણી, માટી અને ગંદગી જાય તો એન્જિનને નુકશાન થઈ શકે છે. તેથી પાણીમાંથી બહાર આવ્યા બાદ ઓઈલ અને કૂલેન્ટ બદલીને જ કાર સ્ટાર્ટ કરો.
જરુર જણાઈ તો ઓઈલ ગેજની તપાસ કરીને સર્વિસ સ્ટેશન સુધી લઈ જાઓ. વરસાદી પાણીને કારણે બંધ થયેલી કારમાં ડીઝલ ફિલ્ટર, એર ફિલ્ટર, એન્જિન ફલ્શ અને ઓઈલ ફિલ્ટરની તપાસ કરાવો .