Women’s World Cup ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પહોંચી, બાકીની ટીમોનું પોઈન્ટ ટેબલનું ગણિત જાણો

|

Mar 25, 2022 | 3:22 PM

ભારતે તેની છેલ્લી લીગ મેચ 27 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે જે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. 27 માર્ચે ક્રાઈસ્ટચર્ચનું હવામાન સાફ રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી.

1 / 5
વિમેન્સ વર્લ્ડ કપ હવે તેના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. લીગ રાઉન્ડની લગભગ તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ટોચની ચાર ટીમો આગળના રાઉન્ડમાં પહોંચશે. આ કારણોસર ટીમો પોઈન્ટ ટેબલમાં ટોચના ચારમાં રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે શુક્રવારે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ તેની તમામ મેચ રમી છે, જેમાંથી તે એક પણ મેચ હારી નથી. તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. (ICC twitter)

2 / 5
 દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે, જેને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે સાતમાંથી છ મેચ જીતી છે, જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.(ICC twitter)

3 / 5
વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત મેચમાં ત્રણ જીત અને ત્રણ હાર સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમે ત્રણ મેચ હાર્યા બાદ જીતની હેટ્રિક લગાવીને ટોપ ફોરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જો કે, તેનો આગળનો રસ્તો સરળ નથી.  (cricket world cup twitter)

4 / 5
બીજી તરફ ભારતની વાત કરીએ તો તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. તેણે છ મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ મેળવ્યા છે, જો કે ઈંગ્લેન્ડની રનરેટ ભારત કરતાં સારી છે, તેથી તે તેનાથી આગળ છે. જો ભારતે સેમીફાઈનલમાં પહોંચવું હોય તો છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને કોઈપણ ભોગે હરાવવું પડશે. યજમાન ન્યુઝીલેન્ડે છમાંથી માત્ર બે મેચ જીતી છે, તે છઠ્ઠા સ્થાને છે.(ICC twitter)

5 / 5
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમોની હાલત પણ સારી નથી. બંને ટીમો અત્યાર સુધી તેમની છ મેચમાંથી માત્ર એક જ જીતી શકી છે. જોકે સારી રનરેટના કારણે બાંગ્લાદેશ સાતમા અને પાકિસ્તાન આઠમા સ્થાને છે.(ICC twitter)

Next Photo Gallery