
Lock Upp 2 Akanksha Chamola: નેટફ્લિક્સના લેટેસ્ટ રિયાલિટી શો, લોક અપ 2 પર સ્પર્ધકો વિશે સતત નવા રહસ્યો ખોલવામાં આવી રહ્યા છે. પ્રીમિયરના દિવસે, આકાંક્ષા ચમોલાએ ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પાછળનું રહસ્ય ખોલીને બધાને ચોંકાવી દીધા. હવે, સપ્તાહના અંતે, તેણીએ વધુ એક રહસ્ય ખોલ્યું છે. જેમાં તે પોતાના બાયસેક્સ્યુઅલ કરી રહી છે.

આકાંક્ષા ચમોલા લોક અપ 2માં સારુ પ્રદર્શન કરી રહી છે. તેણીએ માત્ર અન્ય સ્પર્ધકોના જ નહીં પરંતુ દર્શકોના દિલ પણ જીતી લીધા છે. તાજેતરના એપિસોડમાં એલિમિનેશન રાઉન્ડ દરમિયાન, આકાંક્ષાએ એક સત્ય સ્વીકાર્યું જેણે બધાને સ્તબ્ધ કરી દીધા.

તાજેતરમાં, શ્રેયા કાલરાએ શો પર આકાંક્ષાના એક રહસ્યનો ખુલાસો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આકાંક્ષા બાયસેક્સ્યુઅલ છે. છેલ્લા એપિસોડમાં, જ્યારે રિતેશ દેશમુખ અને ફરાહ ખાને આકાંક્ષાને જણાવ્યું કે શ્રેયાએ આ રહસ્ય ખોલ્યું છે. જેના કારણે તેણીએ તેની એક 'લાઈફલાઈન' ગુમાવી દીધી. ત્યારે તેણીને આ દાવાની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું.

આ સમયે આકાંક્ષાએ તે વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, "હા, હું બાયસેક્સ્યુઅલ છું, અને આ મારું રહસ્ય હતું." આ કહેતા તે ભાવુક થઈ ગઈ, અને અન્ય સ્પર્ધકો પણ ભાવુક થઈ ગયા. આકાંક્ષાએ આગળ સમજાવ્યું, "મારા લગ્ન પહેલા, મારા પણ છોકરીઓ સાથે સંબંધો હતા, જોકે તેઓ ખૂબ જ ઈન્ટીમેટ ન હતા. મને છોકરીઓ ગમે છે અને હું તેમના પ્રત્યે આકર્ષિત થાઉં છું, મને તેમની સાથે 'સેફ' હોવાનો અનુભવ થાય છે. તેથી જ હું તેમની સાથે વધુ ખુલ્લેઆમ વાતચીત કરી શકું છું."

આકાંક્ષાએ તેનું રહસ્ય જાહેર કરતાં જ, ફરાહ ખાન તેને ભેટી પડી. આકાંક્ષા પણ રડતા રડતા કહેતી જોવા મળી, "પહેલા દિવસથી જ હું એક્સપોઝ થતી રહી છું; કદાચ મારે આ શોમાં બિલકુલ આવવું જોઈતું ન હતું."

તેણીએ વધુમાં ઉમેર્યું કે 'બાયસેક્સ્યુઅલ' ટેગ એવી વસ્તુ છે જે સમાજે આપી છે, જ્યારે તેના માટે, તે ફક્ત 'પ્યોર લવ' છે. આકાંક્ષા ચમોલાનું રહસ્ય હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે; જોકે, તેના પતિ ગૌરવ ખન્નાએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.