
ફિલ્મની વાત કરીએ તો આ માધ્યમથી સૈફ અને હૃતિક ઘણા વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છે.બંનેએ છેલ્લે વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 'ના તુમ જાનો ના'માં જોવા મળ્યા હતા.

સૈફે ફિલ્મ વિશે કહ્યુ હતુ કે,આ ખૂબ જ પડકારજનક ફિલ્મ હશે.હૃતિક એક સારો એક્ટર અને ડાન્સર છે. તે સિનેમાનુ જનર ફોર્મ છે, તેથી હું સવારે વહેલો ઊઠીને મારી જાતને તૈયાર કરું છું. તેણે એમ પણ કહ્યું કે જો તેને હૃતિક સાથે ડાન્સ કરવાનું કહેવામા આવ્યુ હોત તો તેણે આ ફિલ્મ ન કરી હોત.