
ઓનલાઈન પીએફ ટ્રાન્સફર કરવા માટે આ શરતો પૂરી કરવી આવશ્યક છે: તમારો UAN ચાલુ હોવો જોઈએ અને એક એક્ટિવેટ મોબાઇલ નંબર તેની સાથે લિંક હોવો જોઈએ.આધાર, બેંક વિગતો અને જૂની નોકરી છોડવાની તારીખ UANમાં અપડેટ કરવી જોઈએ. તેમજ તમારી કંપની દ્વારા ઇ-કેવાયસી મંજૂર થયેલ હોવું જોઈએ. એક મેમ્બર ID માટે ફક્ત એક જ ટ્રાન્સફર વિનંતીને મંજૂરી છે.

PF એકાઉન્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવું?: સૌ પ્રથમ, EPFO ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારા યુએએન અને પાસવર્ડથી લોગિન કરો.

ઓનલાઈન સેવાઓ પર ક્લિક કરો અને 'એક સભ્ય-એક EPF એકાઉન્ટ (ટ્રાન્સફર રિકવેસ્ટ)' પસંદ કરો. તમારી વ્યક્તિગત માહિતી ચકાસો અને જૂની અને નવી કંપનીની વિગતો ભરો.

વિગતો મેળવો પર ક્લિક કરો, જે તમારા જૂના પીએફ એકાઉન્ટની વિગતો બતાવશે. ક્લેમ ફોર્મ ચકાસવા માટે જૂની અથવા નવી કંપની પસંદ કરો, જેની પાસે ડિજિટલ સિગ્નેચર (DSC) હોય.

આ પછી, તમારે સભ્ય ID અથવા UAN દાખલ કરવું પડી શકે છે. Get OTP પર ક્લિક કરો. તમને તમારા UAN સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. તેને દાખલ કરો અને સબમિટ કરો.