
રામ અને સીતાના લગ્નમાં એક ગિફટ આપવામાં આવી હતી તે વસ્તુ છે કનક ભવન તે કોઈ મહલથી ઓછું નથી. કનકનો અર્થ છે સોનું, તમે પીળા રંગના આ ભવનની મુલાકાત લેશો તો એવું લાગશે કે, આ મહેલ સોનાથી બન્યો છે. બુંદેલખંડી અને રાજસ્થાની શિલ્પકારીનું આ કોમ્બિનેશન આ ભવનમાં સુંદર રીતે જોવા મળે છે.

માનવામાં આવે છે કે, શ્રીરામનું દરેક કામ હનુમાન વગર અધુરું હતુ. જો કોઈ અયોધ્યા આવે છે તો હનુમાનગઢીના દર્શન કર્યા વગર તેની યાત્રા અધુરી રહે છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે 70 સીડીઓ ચડવી પડશે.

દશરથ મહેલની મુલાકાત લેવાનું ભુલતા નહિ, સુંદર કલાકારીથી રંગીન દિવાલ તમને ખુબ પસંદ આવશે. માનવામાં આવે છે કે, મહારાજા દશરથ તેમના પરિવારની સાથે અહિ રહેતા હતા.

અયોધ્યા માટે તમે ગોરખપુર અથવા લખનૌ એરપોર્ટ જઈ શકો છો. ગોરખપુર એરપોર્ટથી અહીંનું અંતર લગભગ 140 કિલોમીટર છે, જ્યારે લખનૌથી 150 કિલોમીટરનું અંતર છે. એટલે કે તમે એરપોર્ટથી 3-4 કલાકમાં અયોધ્યા પહોંચી જશો.

તમે સીધા અયોધ્યા રેલ્વે સ્ટેશન પર ઉતરી શકો છો. જો તમે નવી દિલ્હીથી અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે લગભગ 670 કિલોમીટરની મુસાફરી કરવી પડશે, જે તમે 10 થી 11 કલાકમાં પૂર્ણ કરી શકો છો.

અયોધ્યા જવા માટે દિલ્હી સહિત તમામ જગ્યાએથી સરકારી અને ખાનગી બસો મળશે. જોકે, બસની મુસાફરી થોડી થકવી નાંખશે. પરંતુ અહિથી તમને સરળતાથી બસ મળી જશે.