₹2500 પ્રતિ કિલો મળતું શુદ્ધ ‘વલોણાનું દેશી ઘી’ હવે ઘરે જ બનાવો, આ રહી સૌથી સરળ અને પરંપરાગત રીત!

શું તમે પણ બજારમાં મળતા મોંઘા અને ભેળસેળવાળા ઘીથી પરેશાન છો? હવે તમે ઘરે જ મલાઈમાંથી શુદ્ધ, ક્રિસ્ટલ ક્લિયર અને સુગંધીદાર 'વલોણાનું ઘી' બનાવી શકો છો. આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ રીત, જેને અનુસરીને તમે પણ મેળવી શકો છો અસલી સ્વાદ અને રોગપ્રતિકારક શક્તિ!

| Updated on: Jul 30, 2026 | 4:56 PM
1 / 8
બજારમાં શુદ્ધ વલોણાનું દેશી ઘીની કિંમત ₹2000 થી ₹2500 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, પરંતુ તમે તેને દૂધની મલાઈમાંથી જ ઘરે ખુબ જ ઓછા ખર્ચે તૈયાર કરી શકો છો.

2 / 8
દરરોજ ઉકાળેલા દૂધ પરથી મલાઈ ઉતારીને તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરતા રહો. જ્યારે પૂરતા પ્રમાણમાં મલાઈ ભેગી થાય ત્યારે જ ઘી બનાવવાની શરૂઆત કરો.

3 / 8
ઘી બનાવવા માટે મલાઈ એકદમ ઠંડી હોવી જરૂરી છે. ફ્રિજમાંથી કાઢેલી ઠંડી મલાઈમાંથી માખણ ખૂબ જ ઝડપથી અને વધુ માત્રામાં અલગ પડે છે.

4 / 8
ઠંડી મલાઈને બ્લેન્ડર, મિક્સર અથવા પરંપરાગત વલોણાથી વલોવી લો. શરૂઆતમાં પાણી ઉમેર્યા વગર વલોવવું અને જરૂર પડે ત્યારે જ થોડું ઠંડું પાણી ઉમેરવું જેથી માખણ ઉપર આવી જશે.

5 / 8
માખણમાંથી વધારાનું છાશનું પાણી નિતારી લીધા પછી તેને મોટા તળિયાવાળી કડાઈમાં ધીમા તાપે ગરમ કરવા મૂકો. માખણ નીચે ચોંટી ન જાય તે માટે તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.

6 / 8
જ્યારે માખણ ઓગળીને ઘી એકદમ કાચ જેવું ચોખ્ખું દેખાવા લાગે અને નીચે રહેલા દૂધના કણો આછા સોનેરી-બદામી રંગના થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દેવો.

7 / 8
ગરમ ઘીને હંમેશા સ્ટીલની બારીક ગળણીથી ગાળીને કાચ અથવા સ્ટીલના સાફ વાસણમાં જ ભરવું. પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ ક્યારેય ન કરવો.

8 / 8
ઘરે બનાવેલું ઘી 100% શુદ્ધ અને ભેળસેળ વગરનું હોય છે. ગાયના દૂધની મલાઈ હોય તો તેમાં કુદરતી કેરોટીનને કારણે હળવો પીળો રંગ અને અદ્ભુત સુગંધ મળે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.