
આધાર કાર્ડમાંથી UPI પિન બદલવા માટે, તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ. ઉપરાંત, જે મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થયેલ છે, તે જ નંબર તમારા બેંક ખાતા સાથે પણ લિંક હોવો જોઈએ. આ પછી જ તમે આધાર કાર્ડ દ્વારા વેરિફિકેશન કરી શકશો.

સ્ટેપ 1- જો તમે ગુગલ પે યુઝ કરી રહ્યા છો તો તેને ઓપન કરો અને પ્રોફાઇલ પર જાઓ.

સ્ટેપ 2- પછી તમારે બેંક ખાતા પર ક્લિક કરવું પડશે. હવે તે એકાઉન્ટ પસંદ કરો જેનો પિન બદલવાનો અથવા બનાવવાનો છે.

સ્ટેપ 3- પછી Set UPI Pin અથવા Change UPI Pin પર ક્લિક કરો. આ કરતાની સાથે જ તમારી સામે Aadhaar and credit નો વિકલ્પ આવશે.

સ્ટેપ 4- અહીં પણ તમારે આધાર કાર્ડના પહેલા છ અંકો દાખલ કરવા પડશે. તે પછી તમારા નંબર પર OTP આવશે. તે OTP દાખલ કરો અને PIN બદલો.

સ્ટેપ 5- આ રીતે તમે ડેબિટ કાર્ડ વગર આધાર દ્વારા UPI પિન જનરેટ કરી શકો છો. આ ખૂબ જ સરળ અને સારી પદ્ધતિ છે.
Published On - 10:07 am, Sat, 23 August 25