
સોલર ચાર્જર : પોર્ટેબલ સોલર ચાર્જર સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તમારા ફોનને ચાર્જ કરી શકે છે. આ બહાર અથવા કટોકટીની પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

રિવર્સ ચાર્જિંગ : કેટલાક આધુનિક સ્માર્ટફોન અથવા ઉપકરણો રિવર્સ વાયરલેસ ચાર્જિંગ અને વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જો તમારી પાસે આવું કોઈ ઉપકરણ હોય, તો વાયરલેસ રીતે ચાર્જ કરવા માટે તમારા ફોનની પાછળ રાખી શકો છો, અથવા કેબલ હોય તો તેની મદદ લઈ શકો છો.

હેન્ડ-ક્રેન્ક ચાર્જરનો ઉપયોગ : હેન્ડ-ક્રેન્ક ચાર્જર એક સારો વિકલ્પ છે. ખાસ કરીને જ્યારે તમે દૂરસ્થ સ્થાન પર હોવ ત્યારે આ ચાર્જર મેન્યુઅલ ક્રેન્કિંગને ઇલેક્ટ્રિક પાવરમાં રૂપાંતરિત કરીને કામ કરે છે. જો કે, આ માટે હાથથી તેની ક્રેન ચલાવાની રહેશે જેમ ક્રેન ચાલશે તેમ ચાર્જિંગ થતુ રહેશે