
રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના જણાવ્યા અનુસાર, લુના-25ને રશિયાના વોસ્તોચનના કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે, જે મોસ્કોથી 5,550 કિલોમીટરના અંતરે સ્થિત છે. તે માત્ર 5 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)

રશિયન મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગ માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે. ચંદ્રની આંતરિક રચના કેવી છે, તે સમજવું પડશે. આ સાથે ત્યાં પાણી અને અન્ય વસ્તુઓની શોધ તેના લક્ષ્યનો એક ભાગ છે. રશિયન એજન્સીને આશા છે કે લુના-25નું લેન્ડર ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરશે. (Photo: Russian Space Agency Roscosmos/AFP/ISRO)