આપણે દરરોજ કેટલું ચાલવું જોઈએ? વજન ઘટાડવા ઉપરાંત થશે અન્ય ઘણા ફાયદા

|

Jul 16, 2022 | 5:24 PM

આપણે બધા આ જાણીએ છીએ કે ચાલવું (walk) આપણા માટે ફાયદાકારક છે. પણ સવાલ એ છે કે કેટલુ ચાલવુ જોઈએ?

1 / 5
આપણે બધા આ જાણીએ છીએ કે ચાલવું આપણા માટે ફાયદાકારક છે. પણ વ્યસ્ત જીવનશૈલીમાંથી ઘણા લોકો તેના માટે સમય કાઢી શકતા નથી. તે લોકોએ સમજવુ જોઈએ કે ચાલવું પણ આપણા માટે એટલું જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ચાલવું આપણા માટે ત્રણ રીતે ફાયદાકારક છે. પ્રથમ- સામાન્ય સ્વાસ્થ્ય માટે, બીજું- વજન ઘટાડવા માટે અને ત્રીજું- શારીરિક શક્તિ માટે.

2 / 5
ચાલવાના બીજા ઘણા ફાયદા છે. તે હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ દૂર રહે છે. તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાંધા અને સ્નાયુના દુખાવાને દૂર રાખે છે. હાડકાંને મજબૂત બનાવે છે અને આપણા શરીર પર સંતુલન સુધારે છે. ચાલવાથી સ્નાયુઓની મજબૂતાઈ વધે છે . વજન નિયંત્રિત થાય છે.

3 / 5
ઑસ્ટ્રેલિયન સ્ટેટ ઑફ વિક્ટોરિયાની હેલ્થ એજન્સીનું માનવુ છે કે, તમારે દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવુ જોઈએ. જો તમે એટલો પણ સમય કાઢી શકતા નથી, તો બને તેટલો સમય ચાલો. વધુ સમય ચાલવુ, વધુ ફાયદાકારક સાબિત થશે. રોજ ચાલવાની પ્રેકિટસ તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

4 / 5
યુએસ હેલ્થ એજન્સી, સામાન્ય વયસ્કોને દરરોજ 10,000 પગલાં ચાલવાની સલાહ આપે છે. યુએસ હેલ્થ એજન્સી અનુસાર, આ લગભગ 5 માઇલ અથવા 8 કિલોમીટર જેટલું હશે.

5 / 5
ડોક્ટરો 30 થી 40 મિનિટ ચાલવાની સલાહ આપે છે. ડોકટરોનું કહેવુ છે કે ચાલવાની રોજિંદી આદત બનાવવી મહત્વપૂર્ણ છે. ચાલવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને તેના ઘણા ફાયદા છે. આજકાલ સ્માર્ટફોનમાં સ્ટેપ ટ્રેકર એપ હોય છે, જે તમારા રોજના સ્ટેપ્સની ગણતરી કરે છે. વૉકિંગ ડિસ્ટન્સની ગણતરી કરવાની આ એક સરળ રીત હશે.

Published On - 5:23 pm, Sat, 16 July 22

Next Photo Gallery