
આ રિપોર્ટ આરબીઆઈ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારનું 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું કુલ રકમના 46.04% છે.

રાજ્ય સરકારોનો દેવાનો હિસ્સો 24.4% એટલે કે 604 અબજ ડોલર અથવા રૂપિયા 50.18 લાખ કરોડ છે. કુલ ઋણમાં ટ્રેઝરી બિલનો હિસ્સો 4.51% છે જે 111 અબજ ડોલર અથવા રૂપિયા 9.25 લાખ કરોડ છે.

ઉલ્લેખનીય છે કે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સાતમા સ્થાને છે જે વસ્તીની દ્રષ્ટિએ ભારત અગ્રીમ બીજા સ્થાને હતું પરંતુ વર્ષ 2023 ના મધ્યથી તે પ્રથમ સ્થાને છે.
Published On - 7:45 am, Fri, 22 December 23