
હવે ચાલો જાણીએ વિમાનની વાસ્તવિક કિંમત વિશે. તમને જણાવી દઈએ કે, ફાઈનાન્સ ઓનલાઈન વેબસાઈટ મુજબ B-2 સ્પિરિટ એરપ્લેનની કિંમત 737 મિલિયન ડોલર છે. ગલ્ફસ્ટ્રીમ IV એરોપ્લેનની કિંમત 38 મિલિયન ડોલર છે. જણાવી દઈએ કે, વિમાન બનાવવું ઘણું મુશ્કેલ કામ છે. આ જ કારણ છે કે તેની કિંમત આટલી વધારે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે એક વિમાનને સંપૂર્ણપણે તૈયાર કરવામાં કંપનીઓને એક વર્ષથી વધુ સમય લાગે છે. સૌથી મોટી વાત એ છે કે એરોપ્લેન દરેક દેશમાં બનતા નથી. આ વિશ્વના કેટલાક ટોચના દેશો દ્વારા જ બનાવવામાં આવે છે અને નાના દેશો તેમની પાસેથી જ વિમાન ખરીદે છે.