
સીબીડીટીના નિયમો અનુસાર પરિણીત મહિલા કોઈપણ પુરાવા (બિલ)વગર પોતાના ઘરે લગભગ 500 ગ્રામ સોનું રાખી શકે છે. જ્યારે અપરિણીત મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ છે. જ્યારે પુરૂષો પુરાવા વગર માત્ર 100 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે.

દેશમાં સોનાની ખરીદી પર 3 ટકા GST પહેલેથી જ વસૂલવામાં આવે છે, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર જે આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવે છે, તમે તમારી જાહેર કરેલી આવકમાંથી જેટલું ઇચ્છો તેટલું સોનું ખરીદી શકો છો. તમારે આના પર કોઈ અલગથી ટેક્સ ભરવાની જરૂર નથી. તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ આવકવેરો ચૂકવવો પડશે.

જો તમને તમારા પૂર્વજો પાસેથી સોનું વારસામાં મળ્યું હોય અથવા તે તમારી બચત જેટલું હોય, તો પણ તેને કરમાંથી મુક્તિ મળી શકે છે. આ રીતે જમા કરાયેલા સોના પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
Published On - 5:09 pm, Mon, 5 May 25