
આ સાથે જો તમારા ફોનને તમે વાંરવાર ચાર્જ કરો છો તો થોડા સમયમાં તમે અનુભવશો કે તમારા ફોનની બેટરી જલદી ઉતરી જશે અને ફરી તમારે ચાર્જમાં મુકવો પડશે.

જ્યારે ફોનમાં 20% ચાર્જ બાકી રહ્યું હોય ત્યારે ફોનને ચાર્જમાં મુકવો જોઈએ તેમજ 80 % ચાર્જિંગ થઈ જાય કે તરત જ બહાર કાઢી લેવો જોઈએ. બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો. જ્યારે બેટરીનું સ્તર 80% હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો.

તમે 45-75ના નિયમને પણ અનુસરી શકો છો. એટલે કે, જ્યારે ફોનની બેટરી 45% અથવા તેનાથી ઓછી હોય, ત્યારે જ તમે તેને ચાર્જ પર મૂકી શકો છો, અને જ્યારે તે 75% સુધી પહોંચે ત્યારે જ તમે ચાર્જિંગને દૂર કરી શકો છો. આ પદ્ધતિ ફોનની બેટરીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.