એક આધાર કાર્ડ પર કેટલા SIM Card ખરીદી શકાય ? જાણો શું છે નિયમ
આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તેનો ઉપયોગ માત્ર ઓળખના પુરાવા તરીકે જ થતો નથી, પરંતુ સિમ કાર્ડ ખરીદવા માટે પણ થાય છે. જો કે, આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે આ મર્યાદાથી વધુ સિમ કાર્ડ લો છો, તો તમારે કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.