TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
May 26, 2022 | 6:35 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનું નામ દામોદરદાસ મોદી અને માતાનું નામ હિરાબેન છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે. નરેન્દ્ર મોદીના 4 ભાઈ અને 1 બહેન છે. સોમભાઇ, અમૃતભાઇ , પ્રહલાદભાઇ, વસંતીબેન અને પંકજભાઇ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની છે. તેમના લગ્ન બાળ વયમાં વડનગરમાં તેમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા. ઈ.સ. 1968માં જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા તે સમયે જશોદાબેન 16 વર્ષના હતા. લગ્ન બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું હતું
વડાપ્રધાનના સૌથી મોટાભાઇ સોમાભાઇ મોદી છે,તેઓ આરોગ્ય વિભાગમાં કાર્યરત હતા અને હાલમાં નિવૃત છે.તેઓ હવે અમદાવાદમાં ઓલ્ડએઝ હોમ ચલાવે છે અને સામાજીક સેવા કરે છે.
મોદીના ત્રીજા ભાઇ છે અમૃતભાઇ મોદી. તેમના પત્નીનું ચંદ્રકાંતાબેન છે. અમૃતભાઇ એક ખાનગી કંપનીમાં ફીટર તરીકે નિવૃત થયા છે.
પ્રહલાદભાઇ મોદી વડાપ્રધાન કરતા ઉમરમાં બે વર્ષ નાના છે.તે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહલાદભાઇ મોદીના પત્ની ભગવતીબેનનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક બહેન છે, જેમનું નામ વસંતીબેન છે. તેમના પતિનું નામ હસમુખભાઇ છે. તે ગૃહિણી છે, વસંતીબેન પાંચ ભાઈઓની વચ્ચે એક જ બહેન છે.
મોદીના સૌથી નાનાભાઇ પંકજભાઇ છે. પંકજભાઇ ગાંધીનગરમાં રહે છે અને તેની પત્નીનું નામ સીતાબેન છે. પંકજભાઇ માહિતી ખાતામાં નિવૃત થયા છે