
ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહ કહે છે જ્યારે ઘઉંના લોટમાં જ્યારે આપણે પાણી ભેળવીએ છીએ ત્યારથી લોટમાં ગ્લુટન બનવા લાગે છે, આમ જો લોટને કલાકો સુધી પડી રહેવા દઈએ ત્યારે ગ્લુટન વધારે પેદા થઈ જાય છે. આથી લોટ રબર જેવો થઈ જાય છે, જેની રોટલી પેટ માટે પચવામાં મુશ્કેલ બનાવે છે. જોકે, તાજો લોટ ઓછું ગ્લુટેન છોડે છે.

પણ આ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે તમે લોટ બાંધીને તરત જ રોટલી બનાવો છો તો તે રોટલી થોડી કડક બને છે જે મોટાભાગના લોકોને પસંદ નથી હોતું, કારણ કે રોટલી હંમેશા નરમ-નરમ જ સારી લાગે છે. ત્યારે રોટલીના લોટને બાંધી દીધા પછી તેની રોટલી કેટલા ટાઈમમાં બનાવવી જોઈએ ચાલો જાણીએ.

લોટને હંમેશા 10-15 મીનિટ રાખીને તેની રોટલી બનાવવી જોઈએ, કારણ કે ઘઉંનો લોટ થોડું ગ્લુટન છોડે છે ત્યારે રોટલીનો લોટ પોંચો અને નરમ બને છે અને આવા નરમ લોટની રોટલી પણ પોચી અને ખાવામાં નરમ લાગે છે. પણ ધ્યાન રાખો કે રોટલીનો લોટ બાંધો તો તેનો ઉપયોગ 1-2 કલાકની અંદર કરી લેવો જોઈએ એથી વધારે સમય લોટને મુકી ના રાખવો જોઈએ.