
ઈન્ટિમેન્સીને રિલેશન એક પ્રકારનું વાઈફાઈ સમજી લો. એટલે કે, વાઈફાઈ ઈન્ટિમેન્સી દ્વારા એકબીજા સાથે સંબંધો જોડાયેલા રહે છે. આના વગર વાતચીતમાં પણ એકલતાપણું લાગે છે. જ્યારે ઈન્ટિમેન્સીથી તમે દુર થઈ જાવ છો તો કપલ વચ્ચે સંબંધોમાં પણ તિરાડ જોવા મળે છે.

કપલ વચ્ચે એક પડકારજનક સમય પણ આવે છે. જે સ્થિતિ કોઈ એકને કાં પછી બંન્નેની લાઈફમાં સાથે આવી શકે છે. કેટલીક વખત વર્કપ્લેસ પર પ્રેશરના કારણે કે અન્ય કોઈ કારણોસર પણ સ્ટ્રેસ આવી જાય છે. આવા તણાવને દુર કરવા માટે ઈન્ટિમેન્સી મદદગાર સાબિત થાય છે.

જે મુશ્કેલ સમયમાં સંબંધોને મજબુત બનાવે છે. જેનાથી પડકારનો સામમનો કરવાનું સાહસ મળે છે. ખરાબ સમયમાં એવું લાગે કે, જીવન કેટલું અધરું છે પણ તમે એકલા નથી. આવી અનેક મુશ્કેલ પરિસ્થિતિમાં આ વ્યક્તિ જે તમારો સાથ દેવા માટે તૈયાર હોય છે.

ઈન્ટિમેન્સી માત્ર ફિઝિકલ આકર્ષણ સુધી સીમિત નથી પરંતુ આનાથી વધારે ઈમોશનલ જોડાવ પણ જોવા મળે છે. જે કપલ વચ્ચે વિશ્વાસ ઉભો કરે છે. કોઈ પણ ડર વગર એકબીજા પોતાની દરેક વાત શેર કરી શકે. આવું કરવાથી બંન્ને વચ્ચે વિશ્વાસ વધે છે.