
ઇ-રૂપી માટે લાભાર્થી પાસે બેંક ખાતું હોવું જરૂરી નથી, જે અન્ય ડિજિટલ પેમેન્ટ મોડ્સની સરખામણીમાં આ એક મુખ્ય બાબત છે. આ કોન્ટેક્ટલેસ પેમેન્ટ મેળવવાની સરળ, બે-સ્ટેપનીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે જેમાં વ્યક્તિગત વિગતો શેર કરવાની પણ જરૂર નથી. બીજો ફાયદો એ છે કે ઇ-રૂપી સામાન્ય ફોન પર પણ કાર્ય કરે છે, તેથી તેનો ઉપયોગ એવા લોકો દ્વારા પણ કરી શકાય છે. જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા એવા સ્થળોએ જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નબળું છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઈ-રૂપી વ્યવહારો માટે 11 બેંકો સાથે ભાગીદારી કરી છે. આ બેંકોમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, HDFC બેંક, ICICI બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ભારત પે, ભીમ બરોડા મર્ચન્ટ પે, પાઈન લેબ્સ, પીએનબી મર્ચન્ટ પે અને યોનો એસબીઆઈ મર્ચન્ટ પે છે. ઇ-રૂપી સ્વીકારતી વધુ બેંકો અને એપ્સ ટૂંક સમયમાં જોડાય તેવી અપેક્ષા છે.